વડોદરા બેઠકના તમામ ઉમેદવારે ચૂંટણી તંત્ર સમક્ષ હિસાબો રજુ કર્યા

New Update
વડોદરા બેઠકના તમામ ઉમેદવારે ચૂંટણી તંત્ર સમક્ષ હિસાબો રજુ કર્યા

પ્રથમ તબક્કામાં સહુથી વધુ ખર્ચ રંજનબહેન ભટ્ટે કર્યો : તમામ તેર ઉમેદવારોના

પ્રથમ તબક્કાના કુલ ખર્ચનો સરવાળો રૂ.૨૧,૮૭,૫૭૬

ભારતના ચૂંટણી પંચે ઠરાવેલી ખર્ચ મર્યાદા પ્રમાણે લોકસભાની ચૂંટણી લડતો પ્રત્યેક ઉમેદવાર રૂ.૭૦ લાખ સુધીનો મહત્તમ ખર્ચ ચૂંટણી પ્રચાર સહિતના ચૂંટણી લડવા સાથે સંલગ્ન આનુષાંગિક કામો માટે કરી શકે છે. વડોદરા સંસદીય બેઠકમાં હરિફ ઉમેદવારોના ચૂંટણી ખર્ચનું મોનીટરીંગ કરવા જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા ખર્ચ નિયંત્રણના નોડેલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ખર્ચ નિયંત્રણ અધિકારીઓ અને એફએસટી, એસએસટી સહિત સમગ્ર વ્યવસ્થા ગોઠવી છે. ભારતના ચૂંટણીપંચે નિયુક્ત કરેલા બે ખર્ચ નિરીક્ષકો પણ સતત નજર રાખી રહ્યા છે.

ચૂંટણીતંત્ર ધ્વારા ઉમેદવારોને ખર્ચ નોંધણી સાહિત્ય તેમજ ખર્ચ નોંધણીમાં લેવાની તકેદારીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. તેની સાથે મતદાનની તારીખ પૂર્વે ત્રણ તબક્કામાં ઉમેદવારોએ કરેલા ખર્ચનો હિસાબ રજુ કરવા સૂચના આપવામાં આવી છે. તેને અનુસરીને તમામ ઉમેદવારોએ તા. ૧૩/૦૪ની પ્રથમ તારીખે તેમણે કરેલા ચૂંટણી વિષયક પ્રથમ તબક્કાના ખર્ચની વિગતો રજુ કરી હતી.

તે પ્રમાણે બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સહુથી વધુ રૂ.૧૪,૪૫,૯૪૩ના ખર્ચનો હિસાબ રજુ કર્યો છે. બીજા ક્રમે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ છે જેમણે રૂ.૪,૦૬,૧૯૨નો ખર્ચ નોંધાવ્યો છે. જ્યારે બસપાના મધુસુદન રોહિતે રૂ.૫૦,૮૦૦નો,એસયુસીઆઇ(એસ)ના તપન દાસગુપ્તાએ રૂ. ૪૯,૯૭૩નો, અપક્ષ ઉમેદવાર પટેલ કાલીદાસ(નેપોલિયન)એ રૂ.૨૯,૮૧૮નો, યાસીનઅલી પોલરા(એનએઆઇસીપી)એ રૂ.૨૮,૪૦૦નો, વાયજેજેપીના ગોહિલ રીન્કુએ રૂ.૨૮,૦૦૦નો, એઆઇએચસીપીના જાટ સુભાષસિંહ બ્રીજલાલએ રૂ.૨૬,૨૦૦નો, અપક્ષ સિંઘી મેહેબુબખાન યુસુફખાને રૂ.૨૫,૪૦૦નો, બીએમપીના મોહસીનમિયાં હૈદરમિયા સૈયદે રૂ.૨૫,૨૦૦નો, અપક્ષ રાહુલ વાસુદેવ વ્યાસે રૂ.૨૫,૧૭૦નો, અપક્ષ નિમેષકુમાર વાસુદેવભાઇ પટેલે રૂ.૨૫,૧૬૦નો અને બીએમએફપીના ઉમેદવાર સંતોષ સોલંકીએ સહુથી ઓછો રૂ.૨૧,૩૦૦નો ખર્ચ નોંધાવ્યો છે.

ઉમેદવારોને હવે પછી તા.૧૭/૦૪ અને ૨૧/૦૪એ ખર્ચના હિસાબો રજુ કરવા જણાવાયુ છે. પ્રથમ તબક્કાના ખર્ચમાં મોટેભાગે ડિપોઝીટ ભરવા, ઉમેદવારી પત્ર ભરવા માટે જરૂરી નોટરી, સ્ટેમ્પસ સહિતની પ્રક્રિયાઓ તેમજ ઉમેદવારીપત્ર ભરવા માટેના સરઘસ, રેલી ઇત્યાદિના ખર્ચનો સમાવેશ થાય છે.

Latest Stories