Connect Gujarat
ગુજરાત

વડોદરા : ACBની ટીમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI ને લાંચ લેતા ઝડપી પાડ્યા

વડોદરા : ACBની ટીમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI ને લાંચ લેતા ઝડપી પાડ્યા
X

PSI એ. આર. છોવાળા રૂ. 35 હજારની લાંચ લેતા ઝડપાયા

આરોપીનાં રીમાન્ડ દરમ્યાન માર નહીં મારવાના અને ગુન્હાના કામે મુખ્ય આરોપી નહી બનાવવા માટે વડોદરા શહેરનાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ. આર. છોવાળાએ રૂ. 35 હજારની લાંચ માંગી હતી. આરોપી લાંચ આપવા માંગતા ન હોય વડોદરા એ.સી.બી. પોલીસ. સ્ટેશનમાં ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદનાં આધારે લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે બુધવારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનાં PSI એ.આર. છોવાળા રૂ. 35 હજારની લાંચ લેતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જ ઝડપાઇ ગયા હતા.

વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખામાંથી મળેલી માહિતી પ્રમાણે ગોરવા પોલીસ સ્ટેશનની પાછળ રહેતા સોહીલ સલિમ રાણાએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વનરાજસિંહ ચૌહાણ પાસેથી પ્રતિદિન રૂપિયા 2000 ભાડાએ વર્ના કાર 20 દિવસ માટે અને ટાટા ઝેસ્ટ કાર ભાડે લીધી હતી. આ બે કાર પૈકી ટાટા ઝેસ્ટ કાર સોહીલે સુરતમાં એક વેપારીની ત્યાં ગીરવે મુકી રૂપિયા 1.10 લાખ લીધા હતા. જે કારમાં ટ્રાવેલ્સ સંચાલકે લગાવેલી જી.પી.એસ. સિસ્ટમના આધારે શોધી કાઢી હતી. અને સુરત પોલીસની મદદથી પરત લીધી હતી. પરંતુ, વર્ના કાર પરત મળી ન હતી. આથી તેઓએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં સોહિલ સલિમ રાણા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનાની તપાસ લક્ષ્મીપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. છોવાળા કરી રહ્યા હતા. આ ગુનામાં સલીમ રાણા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. આરોપી રાણા બંધુઓના અન્ય એક ભાઇ પી.એસ.આઇ.ને મળ્યા હતા. બે આરોપી ભાઇઓ માટે મદદરૂપ થવા વિનંતી કરી હતી. જે બાબતે પી.એસ.આઇ. એ.આર. છોવાળાએ ભાઇઓના રિમાન્ડ ન લેવા અને તેઓને મુખ્ય આરોપી ન બનાવવા માટે રૂપિયા 35000 લાંચની માંગણી કરી હતી. અને રૂપિયા 35,000 આરોપીઓને આપી દેવા માટે જણાવ્યું હતું.

છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા રાણા બંધુનો અન્ય ભાઇ લાંચ આપવા માંગતો ન હતો. આથી તેઓએ પી.એસ.આઇ. એ.આર. છોવાળા સાથે મોબાઇલ ઉપર થયેલી વાતચિતના કરેલ રેકોર્ડીંગ સાથે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી. પી.આઇ. એસ.પી. કહારે આ અંગે ઝીણવટભરી તપાસ કરી પી.એસ.આઇ. એ.આર. છોવાળાની આજે રૂપિયા 35 હજાર માંગવાના ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story