વડોદરા : વાક્યમાંથી પંક્તિ રચી શકાય છે પરંતુ પંક્તિમાંથી કાવ્યનુ સર્જન અઘરું : વિનોદ જોશી
BY Connect Gujarat28 Dec 2019 7:32 AM GMT

X
Connect Gujarat28 Dec 2019 7:32 AM GMT
વડોદરા સ્થિત સંવિત્તિ ફાઉન્ડેશનના ઉપક્રમે કવિ અને વિવેચક વિનોદ જોશીની ‘કવિતા સર્જનની પ્રક્રિયા અને સર્જનયાત્રાની સાક્ષી’ વિષય પર કાર્યશાળા યોજાઇ હતી.
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીનાં બી.બી.એ બિલ્ડીંગ ખાતે કલારસિકો માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા કવિ અને વિવેચક વિનોદ જોશી ઉપસ્થિત રહયા હતા તેમણે સાહિત્ય, કવિતા સર્જનની પ્રક્રિયા અને તેમની સર્જનયાત્રા વિશે કલારસીકોને જાણકારી આપી હતી. વિનોદ જોશીએ 20 વર્ષ ગુજરાતના વિવિધ અખબારોમાં લેખન કર્યું છે. તેમજ 40 જેટલા સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો ઓન લખ્યા છે. જે હાલ વિવિધ યુનિવર્સીટીના અભ્યાસક્રમમાં સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે,વાક્યમાંથી પંક્તિ રચી શકાય છે.પરંતુ પંક્તિમાંથી કાવ્યનુ સર્જન કરવું ખૂબ અઘરું છે.
Next Story