Connect Gujarat
ગુજરાત

વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો આરોપી સહીત ઝડપી પાડતી ભરૂચ SOG

વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો આરોપી સહીત ઝડપી પાડતી ભરૂચ SOG
X

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને હેડ કોન્ટેબલ રવિન્દ્રભાઇ નુરજીભાઇનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચમાં ન્યુ કસક મોજમખાનબાવાની દરગાહ પાસે રહેતી હસીનાબેન અબ્દુલમુસા અરબ તેના રહેણાંક મકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી અને વેચાણ કરે છે.

જે આધારે પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ અને પો.સ.ઇ. કે.એમ.ચૌધરી તેમજ પો.સ.ઇ. આર.એમ.વસાવા ભરૂચ શહેર “સી” ડીવી. તથા એસ.ઓ.જી. પોલીસ માણસોની ટીમે રેઇડ કરતા તેણીના રહેણાંક મકાનમાં આવેલ પતરાની અનાજ ભરવાની કોઠીના નીચે એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાં ગેરકાદેસરનો ગાંજો ૧ કિલો ૨૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૮,૭૫૦/- તથા ઇલેકટ્રીક વજન કાંટો કિંમત રૂપિયા ૫૦૦/- તથા સેમસંગ કંપનીનો જુનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦/- મળી કુલ રૂપિયા ૯,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.ગોહિલનાઓ ચલાવી રહેલ છે.

Next Story
Share it