વન-ડે રેન્કિંગમાં કોહલી નં.-૧ બેટ્સમેન

New Update
વન-ડે રેન્કિંગમાં કોહલી નં.-૧ બેટ્સમેન

ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં 3 ઇનિંગ્સમાં 263 રન નોંધાવવાની સાથે જ વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે રેન્કિંગમાં ફરી એકવાર નંબર-1 બેટ્સમેન તરીકે સ્થાન હાંસલ કરી લીધું છે. આ ઉપરાંત કોહલી આઇસીસી વન-ડે રેન્કિંગમાં સૌથી વધુ પોઇન્ટ્સ મેળવનારો ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.

ભારતના અન્ય બેટ્સમેનો માંથી રોહિત શર્મા 799 પોઇન્ટ સાથે સાતમાં ક્રમે, એમ. એસ. ધોની 730 પોઇન્ટ સાથે 11માં, શિખર ધવન 708 પોઇન્ટ સાથે 15માં, રહાણે 622 પોઇન્ટ સાથે 25માં ક્રમે છે. દક્ષિણ આફ્રિકાને હવે આ વર્ષે એકપણ વન-ડેમાં રમવાનું નથી. આમ, કોહલી આ વર્ષની સમાપ્તિ નંબર-1 બેટ્સમેન તરીકે કરે તેવી પૂરી સંભાવના છે. કોહલી અગાઉ એબીડી વિલિયર્સ નંબર-1 બેટ્સમેન હતો.

બોલરોનાં રેન્કિંગમાં જસપ્રિત બુમરાહે કારકિર્દીનો શ્રેષ્ઠ રેન્ક હાંસલ કરતાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.