/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/582160-varun-dhawan4.jpg)
અભિનેતા વરૃણ ધવને કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલીવૂડમાં શુભારંભ કર્યો ત્યારથી લઇને અત્યાર સુધી તેની સફળતાનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. પરિણામે વરૃણે તેના મહેનતાણામાં પાંચ કરોડ રૃપિયા જેટલો ધરખમ વધારો કર્યો છે.
અભિનેતાની નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે વ્યાવસાયિક દ્રષ્ટિએ વરૃણ તેના સમવયસ્ક કલાકારોમાં સૌથી વધુ સફળ છે. તેણે સોલો હીરો તરીકે પોતાને પ્રસ્થાપિત કરી લીધો છે. હજી સુધી વરૃણ અને કરણ વચ્ચે નાણાં વિષયક કોઇ વ્યવસ્થા નથી થઇ. અને અત્યાર સુધી વરૃણે કોઇપણ જાતની પ્રશ્નોત્તરી વિના કરણે આપેલી ફી સ્વીકારી લીધી છે.
પરંતુ અભિનેતા આવતા વર્ષે તેને તેની વધારવામાં આવેલી નવી ફી મળશે. મઝાની વાત એ છે કે કરણ જોહરે જ વરૃણને તેની ફી વધારવાની સલાહ આપી હતી. તેથી હવે અભિનેતાને 8 કરોડના સ્થાને 13 કરોડ રૃપિયા મહેનતાણું મળશે.