Top
Connect Gujarat

વલસાડઃ ઉમરસાડી ગામના યુવાનો દ્વારા વિલેજ મેરેથોન યોજાઇ

વલસાડઃ ઉમરસાડી ગામના યુવાનો દ્વારા વિલેજ મેરેથોન યોજાઇ
X

પારડી તાલુકાના ઉમરસાડી ગામના યુવાઓ તેમજ ઉમરસાડી હેલ્થ ક્લબ દ્વારા વિલેજ

મેરેથોન-૨૦૧૯નું ભવ્ય આયોજન કરાયું હતું.

પ કિ.મી. અને ૧૦ કિ.મી.ની આ મેરેથોન દોડનું પ્રસ્થાન સરપંચ અનિતાબેન નાયકા, અગ્રણી મહેશભાઇ દેસાઇ, ધીરુભાઇ

દેસાઇ, ડૉ.સંજીવ દેસાઇ દ્વારા વહેલી સવારે કરાવાયું હતું.

લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત છે. ત્યારે ગ્રામીણ કક્ષાએ મેરેથોનનું આયોજન કરી એક

અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ મેરેથોનમાં ગામના દેસાઇ સમાજના યુવાઓ, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જાડાયા હતા. પ કિ.મી. દોડમાં ૭પ અને ૧૦

કિ.મી. દોડમાં ૩૭ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story
Share it