વલસાડ અને નવસારીને જોડતો ગરગાડીયો પુલ ડૂબી જતા ૧૦ ગામો સંપર્ક વિહોણા
BY Connect Gujarat25 July 2019 9:00 AM GMT

X
Connect Gujarat25 July 2019 9:00 AM GMT
છુટા છવાયા વરસાદ બાદ ગઈકાલની મધ્યરાત્રીએ પડેલ સતત વરસાદને લઈને લોકમાતાઓ પ્રભાવિત થઇ છે. જેમાં ખેરગામે થી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહેતા નાંધાઇ ગામનો ગરગાડીયો પુલ પરથી પાણી ફરી વળતા ૧૦ ગામોના સંપર્કો તૂટ્યા વલસાડ અને નવસારી ને જોડતો પુલ ડૂબી જતા વાહન ચાલકો અને પગદંડીએ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને ઓરંગાનદીના આકાશી દ્રશ્યો સુંદરતા વધારી રહ્યા છે કેમેરામાં આકાશી દર્શ્યો નદીના સ્વરૂપને વધુ આહલાદક બનાવી દીધું છે. વહીવટી તંત્ર પણ અહીં સપાટીઓ પર બાઝ નજર રાખીને બેઠું છે. અહીં ગામજનો નદી પાસે ના જાય એ માટે વહીવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે.
Next Story