Connect Gujarat
ગુજરાત

વલસાડ : ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-૨૦૧૯નો શુભારંભ

વલસાડ : ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-૨૦૧૯નો શુભારંભ
X

સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો અવસર એટલે ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ

દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની

સંસ્કૃતિને ઉજાગર કરવા દર બે વર્ષે ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ ઉજવવામાં આવે છે. ઇરાનશાહ

ઉદવાડા-૨૦૧૯ તા.૨૭ થી ૨૯મી ડિસેમ્બર સુધી યોજાશે.

ઇરાનશાહ ઉદવાડા-૨૦૧૯નો પ્રારંભ દમણ-દીવના

પ્રશાસક પ્રફુલ પટેલ, વડાદસ્તુર ખુરશેદ દસ્તુર, ફિરોઝ મહેરજી કોટવાલ, ઇન્ડિયા ઓલમ્પિક એસીસીએશનના

પ્રમુખ આદિલ સુમારીવાલા, યોગગુરુ મીકી મહેતાની હાજરીમાં

કરવામાં આવ્યો હતો.

આ અવસરે દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે

જણાવ્યું હતું કે, ઉદવાડા એ સમગ્ર પારસી સમાજનું ઊર્જા

કેન્દ્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિથી માઇક્રો માઇનોરીટીને ભેગા

કરી સામાજિક ઉત્સવ ઉજવવાનો વિચાર આજે ખરા અર્થમાં સાકાર થઇ રહયો છે. પારસી

સમુદાયના લોકો અસાધારણ, લીડિંગ એકઝીક્યુટીવ અને અસામાન્ય

લોકો છે. ૧૩૦૦ વર્ષ પહેલાંની પોતાની સંસ્કૃતિની પરંપરા આજે પણ જાળવી રાખવી એ પારસીઓની

ખૂબી છે. પારસી સમાજે દેશને અનેક અણમોલ રત્નો આપ્યાં છે. જેમણે દેશના વિકાસમાં

સિંહફાળો પ્રદાન કર્યો છે.

ધાર્મિક વડા દસ્તુર કોટવાલે જણાવ્યું હતું કે,

હિન્દુસ્તાન જેવા ભલા દેશે પારસી સમાજે આશરો આપ્યો હતો અને પારસી

કોમે પણ એટલી જ વફાદારીથી પોતાનો ધર્મ નિભાવ્યો છે. ઇરાનશાહ ઉદવાડા મહોત્સવ થકી

પારસી સંસ્કૃતિને માણવાનો અવસર પૂરો પડાયો છે.

રાષ્ટ્રીય લઘુમતી કમિશન (ઝોરાષ્ટ્રીયન-પારસી)ના

સભ્ય વડાદસ્તુર ખુરશેદ દસ્તુરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન

નરેન્દ્રભાઇ મોદીની ૨૦૧૧ની મુલાકાત પછી ઉદવાડાની કાયાપલટ થઇ છે. ઇરાનશાહ ઉદવાડા

ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો

પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. તેમણે ભારત દેશ પરત્ત્વે આભારની લાગણી

વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, કરોડોની વસતિમાં લઘુમતી

તરીકે અમે સચવાયા છે, એટલું જ નહીં, સુરક્ષા

અને પ્રેમ પૂરા પાડવામાં આવ્યા છે.

આ અવસરે પારસી સમુદાયના નામાંકિત વ્યક્તિઓનું

મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. પારસી સમાજને લગતી પુસ્તિકાઓનું વિમોચન

કરાયું હતું.આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્ય કનુભાઇ

દેસાઇ સહિત પારસી અગ્રણીઓ, દેશ-વિદેશથી આવેલા પારસીઓ તેમજ

ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Next Story
Share it