Connect Gujarat
ગુજરાત

વલસાડ તાલુકાના ધરાસણા પી.એચ.સી. ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ

વલસાડ તાલુકાના ધરાસણા પી.એચ.સી. ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ
X

વલસાડ તાલુકાના ધરાસણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓના આરોગ્યની ચિંતા કરી આરોગ્યલક્ષી અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે આજે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, નાના-નાના રોગોને અવગણના ન કરતાં શરીરમાં કોઇપણ ખામી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી લેવી જાઇએ. જા કોઇ રોગ જણાય તો તેના નિવારણ માટેના ઉપાયોગ હાથ ધરી નિયમિતપણ દવા લેવા અનુરોધ કર્યો હતો. દીકરીઓ એમ.બી.બી.એસ. કરી શકે તે માટે રાજ્ય સરકાર તેમની બધી ફી ચૂકવે છે. મહિલાઓના આરોગ્યની ચકાસણી નિયમિત થાય તે માટે હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે વિવિધ રોગોની ચકાસણી કરવામાં આવે છે, જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="106305,106306,106307"]

મેડીકલ ઓફિસર મયુરીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિલાઓનું આરોગ્ય સારું રહે તે માટે નિયમિતપણે મેડીકલ ચકાસણી કરવી જરૂરી છે. આયુષ મેડીકલ ઓફિસર સપના પટેલે જણાવ્યું હતું કે, ઘરકામની સાથે મહિલાઓ પોતાના આરોગ્યની કાળજી રાખવી જાઇએ. રોગના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રોમાં જઇ ચકાસણી કરી જરૂરી દવા નિયમિત રીતે લેવી જાઇએ. મહિલાઓના બ્લડપ્રેસર, સુગર સહિત વિવિધ ચકાસણી કરી રોગના લક્ષણો જણાયા હોય કે કોઇ ખામી જણાઇ હોય મહિલાઓને પ્રાથમિક સારવાર આપી જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

આ અવસરે માલવણ-૧ના સરપંચ કલ્પનાબેન પટેલ, ભાગળના સરપંચ શીલાબેન નાયકા, માલવણ-૨ના સરપંચ સરોજબેન નાયકા, છરવાડાના સરપંચ ગીતાબેન રાઠોડ, આશાવર્કરો, ફીમેલ હેલ્થ વર્કરો, પી.એચ.સી.ના સ્ટાફગણ, આંગણવાડી વર્કરો સહિત ગામની મહિલાઓ હાજર રહી હતી.

Next Story
Share it