વાગરાના નાંદિડા ગામે ઘરના દરવાજા ખુલ્લા રાખવાનું ભારે પડયું

New Update
વાગરાના નાંદિડા ગામે ઘરના દરવાજા ખુલ્લા રાખવાનું ભારે પડયું

સોનાના આભૂષણો અને રોકડ મળી સાત લાખથી વધુની મત્તા ચોરી ચોર ફરાર થઈ ગયો

ચોર ઈસમ બેવ ઘરમાંથી કુલ ૭૬૮૦૦૦/- ની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો

વાગરાના નાંદિડા ગામે ચોર લાખોની મત્તા ચોરી પલાયન થઈ ગયો હતો.અને બંનેવ ઘરના લોકો ઊંઘતાજ રહી ગયા હતા.આ અંગે વાગરા પોલીસ મથકે બે ફરિયાદ નોંધાવા પામી હતી.

ગરમીનો પારો દિવસે દિવસે વધતો જાય છે.લોકો ગરમીથી બચવા અનેક તરકીબો અપનાવી રહ્યા છે.આવીજ એક તરકીબ અપનાવવાનું વાગરાના નાંદિડા ગામના બે ઘર માલિકોને ભારે પડી હતી.ગરમીથી રક્ષણ મેળવવા ગત બુધવારની રાતે બંનેવ ઘરના માલિકોએ પોતાના ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો.જેનો લાભ ચોર ઈસમે ઉઠાવી લીધો હતો.મસ્જિદ ફળિયામાં રહેતા સલમાબેન ઇબ્રાહિમ પટેલના ઘરમાંથી ૨૧૨૫૦૦/- ના ઘરેણાં અને રોક્કડ ૮૦૦૦૦/- મળી કુલ ૨૯૨૫૦૦/- ની ચોરી થવા પામી હતી.જ્યારે તૃપ્તિબેન અર્જુનસિંહ ના ઘરેથી ૨૨૫૫૦૦/- ની વિવધ જેવેલરી અને ૨૫૦૦૦૦/- ની રોકડ રૂપિયા ચોરી થવા પામી હતી.ચોર ઈસમ બેવ ઘરમાંથી કુલ ૭૬૮૦૦૦/- ની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.બંનેવ મહિલાને ખબર પડી કે તેઓના ઘરને ચોરે નિશાન બનાવ્યુ છે,ત્યારે તેમના પગ નીચે થી ધરતી ખસી ગઈ હતી.આ અંગે બેવ મહિલાઓએ ચોરીની ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.