વાગરા તાલુકા કક્ષાનું વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન યોજાયુ

New Update

વાગરા કુમાર શાળામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનું પ્રદર્શન યોજાયુ હતુ. જેમાં 110 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ 55 પ્રયોગો પ્રદર્શનમાં મુક્યા હતા. વિવિધ કૃતિઓ જોઈને ઉપસ્થિત મહાનુભાવો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ સાથે 5 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનની મુલાકત લીધી હતી.

publive-image

આ તબક્કે કેટલાક બાળ વૈજ્ઞાનિકોએ તેમની દૂરંદેશીના દર્શન કરાવ્યા હતા. સ્વાસ્થ્ય અને સુખાકારી, સંશાધન વ્યવસ્થાપન અને અન્ન સુરક્ષા, કચરાનું વ્યવસ્થાપન, વાહન વ્યવહાર અને પ્રત્યાયન તેમજ ડિજિટલ અને તકનિકી ઉકેલ ને લગતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. બાળ વૈજ્ઞાનિકો અને તમામ માર્ગદર્શક શિક્ષકોને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ આપવામાં આવ્યા હતા.

publive-image