વાપી : ક્ળીયુગનો "કંસ"મામા, સગી ભાણેજ પર કર્યો એસિડ એટેક

New Update
વાપી : ક્ળીયુગનો "કંસ"મામા, સગી ભાણેજ પર કર્યો એસિડ એટેક

વલસાડ જિલ્લાના વાપી

ખાતે દૂરના મામા દ્વારા ભાણેજને એસિડ નાખી મારી નાખવાનો પ્રયાસ થયો હોવાનો ચકચારી કિસ્સો

સામે આવ્યો છે.

વલસાડના ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ સમગ્ર

કિસ્સાની વિગત આપતા જણાવ્યુ હતું કે,વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતી એક ભાણેજ તેમના મામા અને ભાઈ સાથે વાપી ખાતે રહીને નોકરી કરતી હતી, જ્યાં તેણે અન્ય

જગ્યાએ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઘટનાની જાણ મામાને અન્ય મહિલા મારફતે થઈ હતી. આ બાબતે

ભાણેજ અને તેના મામા વચ્ચે

ઝગડો થયો હતો. સમગ્ર ઘટનાનું વેર રાખી મામાએ બપોરના

સમયે ભાણેજનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે જાગી

જતા આરોપી મામાએ તેના શરીર

પર એસિડ છાટ્યું હતું, જેને કારણે તે શરીરના 40 ટકા જેટલા ભાગમાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. મહિલાને તુરંત જ વાપીની

ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની

હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ, વાપી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આરોપી

મામાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.