વાલીયા તાલુકાના ગુંદીયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસે રૂપિયા ૨૬,૭૪,૨૦૦/-નો મુદ્દામાલ કર્યો કબ્જે
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં પ્રોહી.જુગારની પ્રવ્રુતિ નેસ્તનાબુદ કરવા ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી સાથે પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન બાતમી હકીકત મળેલ કે વાલીયાના લુણા ગામના કુખ્યાત બુટલેગર જગદીશ ઉર્ફે જગો રવિયાભાઇ વસાવાએ વિદેશી દારૂનો મોટો જથ્થો વાલીયા તાલુકાના ગુંદીયા ગામની સીમમા લાવેલ છે અને રાત્રીના સમયે અલગ-અલગ ગ્રાહકોને વેચાણ કરી કટીંગ કરનાર છે.જેથી ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાએ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી આયોજનબધ્ધ રીતે રાત્રીના અંધકારમાં ચાલુ વરસાદે રેડ કરતા સ્થળ ઉપરથી બે આરોપી સહદેવ કનુભાઇ રૂપજીભાઇ વસાવા રહે- ચાસવડ, મંદિર ફળીયુ તા-નેત્રંગ જી-ભરૂચ,પ્રદીપ ઉર્ફે પદીયો કનુભાઇ રૂપજીભાઇ વસાવા હાલ રહે- વિઠ્ઠવગામ વડ ફળીયુ તા-વાલીયા જી-ભરૂચ મુળ રહે- ચાસવડ,મંદિર ફળીયુ તા-નેત્રંગ જી-ભરૂચને ઝડપીપાડી ઘટના સ્થળેથી અલગ-અલગ બનાવટ ના વિદેશી દારૂ તથા બિયર ના બોક્ષ નંગ-૧૫૦ કી.રૂ.૦૫.૯૮,૭૦૦/- નો મુદ્દામાલ તથા ૪ વાહનોમાં ટેન્કર, એક્સ.યુ.વી કાર, મારૂતી ફ્રંટી કાર, હોંડા સાઇન મો.સા, હીરો પેસન પ્રો મો.સા.,મોબાઇલ મળી કુલ્લે કી.રૂ.૨૬, ૭૪,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે. માં સોંપવામાં આવેલ છે