વિશ્વ એલિફન્ટ દિવસ પર કેન્દ્રીય મંત્રીએ આપ્યો ખાસ સંદેશ

New Update
વિશ્વ એલિફન્ટ દિવસ પર કેન્દ્રીય મંત્રીએ આપ્યો ખાસ સંદેશ

પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તનના મંત્રી જાવડેકરે આજે વિશ્વ હાથી દિવસ નિમિત્તે દહેરાદૂનની વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાને વીડિયો મેસેજથી સંબોધ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણે ઘણી વખત હાથીઓ અને ખેડૂતોના સંઘર્ષની વાતો સાંભળતા હોઇએ છીએ. એક વખત ખેડૂતોની રેલીમાં તેઓએ હાથીઓ દ્વારા તેમના ખેતરોમાં થતાં નુકશાનની મને વાત કરી હતી. આ અંગે અમે એવી વ્યવસ્થા કરી રહ્યા છીએ કે હાથીઓને જંગલમાં જ પુરતું પાણી અને ખોરાક મળી રહે જેથી તેઓએ બહાર નીકળવાની જરૂર જ ન પડે. કારણ કે મુખ્યત્વે તેઓ ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળતા હોય છે