શાંતિપ્રિય ગુજરાતની પ્રજાને શાંતિ જાળવી રાખવા અપીલ

0

ગુજરાતમાં નાગરિક સંશોધન બિલના વિરોધમાં બે દિવસથી રાજયમાં અજંપાભર્યો માહોલ જોવા મળી રહયો છે. શુક્રવારના રોજ સંસ્કારીનગરી વડોદરામાં પણ પથ્થરમારો થયો છે. કેટલાક અસામાજીક અને તોફાની તત્વોએ પથ્થરમારો કરી શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો છે.

શાંતિપુર્ણ વિરોધને હિંસક બનાવવાનું તોફાનીઓનું કૃત્ય અક્ષમ્ય છે. ગુજરાતની પ્રજા શાંતિમાં માનનારી છે ત્યારે તોફાનીઓથી ગેરમાર્ગે દોરાયા વિના શાંતિ અને સંયમ જાળવી રાખે તેવી કનેકટ ગુજરાત એક મીડીયા હાઉસ તરીકે  સૌ લોકોને અપીલ કરી રહયું છે.શાંતિ અને સલામતી માટે પોલીસ અને તંત્ર પ્રયાસ કરી રહયું છે તેથી પોલીસ અને પ્રશાસનને સહકાર આપવા આપ સૌને અમારા તરફથી અપીલ કરવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here