Connect Gujarat
ગુજરાત

શામળાજી નજીક રૂપિયા ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

શામળાજી નજીક રૂપિયા ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો
X

શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સ્વર્ગ સમાન છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો ગુજરાતમાં ઠાલવી રહ્યા છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે.નં-૮ હવે માદક પદાર્થો ઘુસાડવા પણ સેફ હેવન હોય તેમ કાશ્મીર થી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઠાલવવા માટે ઉપયોગ થવા લગતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના પણ આંટાફેરા વધી ગયા છે.

શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં એસએક્સ-૪ કારમાં ગુપ્ત ખાના બનાવી અધધ સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ નો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મંગળવારે સાંજે શામળાજી પોલીસ અને એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક ઠેર ઠેર નાકાબંધી અને પેટ્રોલિંગ હાથધરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમી આધારિત ગોલ્ડન કલરની એસએક્સ-૪ કાર (ગાડી.નં.DL 7 CH 9483 ) કારને અટકાવી તલાસી લેતા કારના પડખામાં ગુપ્ત ખાના બનાવી પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલ કાશ્મીરી ચરસના-૨૪ પેકેટ મળી આવ્યા હતા. જેનો કુલ વજન ૨૪.૧૯૦ કી.ગ્રામ કીં.રૂ.૧૨૦૯૫૦૦૦/- ના જથ્થા સાથે ગુલશન રાધેશ્યામ ચમાર (રહે,અંબાલા,હરિયાણા) અને ગોપાલચંદ્ર સુરતરામ કોલી (રહે,કુલ્લુ, હિમાચલ પ્રદેશ) ની ધરપકડ કરી કારની કીં.રૂ.૨૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કીં.રૂ.૨૫૦૦,આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ-૩૮૦૦૦/- મળી કુલ રૂ.૧૨૩૩૫૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાશ્મીરી ચરસ ભરી આપનાર ગુલામનબી ગુલામ રસુલ, અને ગુલામ રસુલ (બંને રહે,અનંતનાગ, જમ્મુ) વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધી ઝડપાયેલા બંને શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાશ્મીરી ચરસ ભરી આપનાર શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પોલીસ અને એસઓજીની સંયુક્ત ઓપરેશનમાં કારમાંથી ઝડપાયેલ ૧.૨૦ કરોડનો જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચઢાવી નશાનો કાળો કારોબાર ચલાવનાર રેકેટનો પર્દાફાશ કરવા મથામણમાં લાગી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી હતી.

Next Story
Share it