/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/26175117/26-11-19-Principal-Training-Khokhra-School.jpg)
ગુજરાત સરકાર દ્વારા
વહીવટી તંત્રમાં સારી રીતે કામગીરી કરી શકાય તે હેતુસર વલસાડ જિલ્લા આયોજન અધિકારી
દ્વારા સંસ્કાર વિદ્યામંદિર, ખોખરા ખાતે પ્રાથમિક
શાળાના ૧૮૯ જેટલા આચાર્યોની તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
આ તાલીમમાં શાળાના શિક્ષકોએ પણ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ આયોજન અધિકારી એ.યુ.પંચોલી, એસ.પી.એસી. યોગેશ પટેલ, એસ.પી.એ. રવિન્દ્ર ચોધરી દ્વારા એસ.ડી.જી.એસ.ની ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી ૨૦૩૦ સુધીમાં એક સમાન ન્યાયિક તથા સુરક્ષિત વિશ્વની રચના કરવાનો મુખ્ય ઉદ્વેશ છે. ગરીબી, જાતીય અસામનતા, આર્થિક સામાજિક તથા પર્યાવરણને લગતી તમામ બાબતોને વૈશ્વિક ધોરણે ધ્યાનમાં રાખી તેમાંથી ઉદ્ભવતી સમસ્યા અને ઉકેલ માટે સાતત્યપૂર્ણ વિકાસના કુલ ૧૭ ગોલ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. યજમાન શાળાના આચાર્ય બિપીન પટેલે ઉપસ્થિત આચાર્યોને આવકાર્યા હતા.