Connect Gujarat
ગુજરાત

સગીર વયની બાળાની જાતિય સતામણી કરનાર આરોપીને પ વર્ષની સજા ફટકરતી ભરૂચ સ્પેશિયલ પોસ્કો કોર્ટ

સગીર વયની બાળાની જાતિય સતામણી કરનાર આરોપીને પ વર્ષની સજા ફટકરતી ભરૂચ સ્પેશિયલ પોસ્કો કોર્ટ
X

વર્ષ ૨૦૧૬ માં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ એક પ્રતિષ્ઠિત

શાળામાં ધોરણ ૧ માં અભ્યાસ કરતી બાળા શાળાએ આવવા જવા માટે અન્ય બાળકોની જેમ

સ્કૂલવાનમાં જતી હતી. જે સ્કૂલ વાનનો ડ્રાઈવર આરોપી અબ્દુલ કુદરુસ કૂતબુદીન એક યા

બીજા બહાને તેણીને બનાવના આશરે એકાદ વર્ષ પૂર્વેથી શારીરિક અડપલા કરતો હતો અને કોઈ

ને ન કહેવા ધમકીઓ આપતો હતો.

આ બાબતની ફરિયાદ પીડિતા બાળાની માતાએ અંકલેશ્વર જી.આઇ.ડી.સો. પોલીસ મથકે

નોંધાવતાં આરોપીનો અટક કરી પોલીસે આગળની તપાસ કરી હતી. તેમજ તપાસ પૂર્ણ થયે આરોપી

વિરુદ્ધ ચાર્જસીટ પોસ્કો અદાલતને સોંપી હતી. જે કેસ ચાલવા પર આવતા સરકાર તરફે

મદદનીશ જિલ્લા સરકારી વકીલ રૂગેશ. જે. દેસાઇએ હાજર થઈ કેસ ચલાવેલ અને જરૂરી

દસ્તાવેજી પુરાવાઓ તથા મુખજુબાનીઓ લઈ આખરે પોતાની દલીલો રજૂ કરી હતી. જેને ધ્યાને

લઈ પોસ્કો અદાલતના ન્યાયાધીશ એસ. વી. વ્યાસે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આર. જે.

દેસાઇની દલીલોને ગ્રાહય રાખી આરોપી અબ્દુલ કુદૃસ કુતુબદ્દીનને કસુરવાર ઠેરવી

વિદ્યાર્થી અને વાહન ચાલક વચ્ચે વિશ્વાસનો સંબંધ હોવાનું અને તે જ રીતે

વિદ્યાર્થીઓના માતા પિતા કે જેઓ શાળાઓ દૂર હોય જાતે પોતાના બાળકોને લેવા મૂકવા જઇ

શકતા ના હોય સ્કૂલવાન પર આધાર રાખવો પડતો હોય અને તેથી તેઓ પણ વાહન ચાલક ઉપર

વિશ્વાસ રાખતા હોવાનું અને તેવા વિશ્વાસનો ભંગ કરી કુમળીવયના બાળકોની જાતિય સતામણી

કરનાર આવા વ્યક્તિઓને સાંખી ન લેવાય અને સમાજ ઉપર તેની વિપરિત અસર પડે તેમ નોંધી.

આરોપી અબ્દુલ કુદરુસ કૂતબુદીનનને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ (એ) હેઠળ

દર્શાવેલ મહતમ સજા ૩ વર્ષની કેદ અને રૂ. ૨૦૦૦/-નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૪

માસની કેદ તેમજ બાળકોને જાતિય સતામણીથી રક્ષણ આપતા કાયદાની કલમ ૮ હેઠળ ફરમાવેલ

મહત્તમ સજા પાંચ વર્ષની કેદ અને રૂપિયા ૨૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૪ માસ

ની કેદની સજા ફરમાવતો હુકમ તારીખ ૫/૧૧/૨૦૧૯ ના રોજ કરેલ છે.

Next Story
Share it