New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/pm-narendra-modi_650x400_61446280801.jpg)
ભારતના પ્રથમ ગૃહપ્રધાન લોખંડી પુરુષ સરદાર પટેલની આજે 66મી પુણ્યતિથિ છે.
આ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ જણાવ્યુ હતુ કે સ્વતંત્ર સંગ્રામમાં તેમની ભૂમિકા અને બેજોડ નેતૃત્વ માટે ભારત દેશ તેમનો સદાય આભારી રહેશે અને આ અંગેની ટ્વિટ પણ મોદીએ કરી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875ના રોજ ગુજરાતના ખેડા જિલ્લાના કરમસદ ગામે થયો હતો.ભારતને એક અખંડિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના મહાન કાર્યને લીધે ઈ.સ. 1991 માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન થી સન્માનવામાં આવ્યા હતા.
તેઓ "લોખંડીપુરુષ" ના લોકપ્રિય નામે જાણીતા છે. 15 ડિસેમ્બર 1950 ના રોજ હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં તેમનું અવસાન થયુ હતુ.