New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/8a979a3c-776a-4f76-92de-e295c58c45f7.jpg)
સરદાર સરોવર નર્મદા ડેમ માં પાણી ની સતત આવક રહેતા હાલ ડેમ ની જળસપાટી માં વધારો નોંધાઈ રહ્યો છે.અને સર્વોચ્ચ સપાટી થી ડેમ નું પાણી નું લેવલ જુજ અંતર જ બાકી રહ્યું છે.
ઉપરવાસ માંથી કેવડિયાના સરદાર સરોવર ડેમ માં પાણી ની સતત આવક થઇ રહી છે,હાલ માં ડેમ માં 78445 ક્યુસેક પાણી ની આવક ચાલુ છે.અને ડેમ નું જળસ્તર 120.21 મીટરે પહોંચ્યું છે,જેના કારણે ઓવરફ્લો થવામાં હવે માત્ર 1.71 મીટર જ બાકી રહયા છે.ડેમ ની સર્વોચ્ચ સપાટી 121.92 મીટર છે.
ડેમ માં પાણી ની આવક ના કારણે વીજ ઉત્પાદન માં પણ વધારો થયો હોવાનું જાણવા મળે છે.નર્મદા જિલ્લા ના વહીવટી તંત્ર એ ડેમ ઓવરફ્લો થવા અંગે આગાહી કરી હતી જે મુજબ ડેમ તંત્ર ની ધારણા કરતા વહેલો ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.