Connect Gujarat
ગુજરાત

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 133.06 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી 133.06 મીટરે પહોંચી
X

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસ માંથી 2,78,205 કયુસેક પાણી ની આવક થઈ રહી છે. જેને લઈને હાલની ડેમની સપાટી 133.06 મીટરની ઐતિહાસિક સપાટી પહોચી છે. જેને કારણે નર્મદા બંધના15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.

નર્મદા ડેમ માંથી હાલ 1 718 579 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. એવું છેલ્લા 5 દિવસ ગોરા બ્રિજ ડૂબી ગયો છે. જેને કારણે સ્થાનિક ગામોના અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સાથે નર્મદા બંધ જોવા આવનારા પ્રવાસીઓને પણ મુશ્કેલી પડી રહી છે.

સરદાર સરોવર નર્મદા બાદ સરદાર સરોવર પાણીની આવકને લઈને રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટની ક્ષમતા વાળા ૬ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટની ક્ષમતા વાળા ટર્બાઇનો ધમધમી રહ્યા છે. 24 કલાકમાં આ પાવરહાઉસ 29.5 મિલિયન યુનિટ વીજળી ઉત્પાદન કરી રહ્યા છે.

Next Story