• સરોન્ડા ગામમાં એક વ્યક્તિ એક વૃક્ષના સંકલ્પને સાકાર કરવા બદલ અભિનંદન પાઠવતા વન મંત્રી રમણલાલ પાટકર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરોîડા ગ્રામ પંચાયત ખાતે વન વિભાગના સહયોગથી યોજાયેલા ગ્રામ્ય કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમને વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે દીપપ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે વન મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, પૃથ્વી ઉપર સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વૃક્ષો જરૂરી છે, ત્યારે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપે અને તેનું જતન કરી મોટું થાય ત્યાં સુધી તેનો ઉછેર કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપેલા એક વ્યક્તિ એક વૃક્ષના સંકલ્પને સાકાર કરવા માટે સૌના સહયોગથી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. સરોîડા ગ્રામ પંચાયત દ્વારા ગામની વસ્તી જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર કરી રાજ્ય સરકારના અભિયાનમાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વૃક્ષો જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે,  સમાજ અને દેશ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જીવનના દરેક પ્રસંગોમાં વૃક્ષની જરૂરિયાત પડે છે. ૨૦૨૨ સુધી તમામને પાકા ઘર મળે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે આયોજન કયુ* છે. લોકોને પીવા માટે ઘરે-ઘર નળથી પાણી મળે, દરેક ઘર સુધી પાકો રસ્તો બને તેવી યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહયું છે.

દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વન મહોત્સવને જન મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરતાં આજે ગુજરાતના અનેક સ્થળોએ ૧૯ જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે. વન મહોત્સવ દરમિયાન ગામેગામ હજારોની સંખ્યામાં વૃક્ષોના વાવેતર કરવામાં આવી રહયા છે. બાળકની જેમ વૃક્ષને ઉછેરવાની સાથે એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનવાની ગ્રામ પંચાયતની ભાવનાને બિરદાવી હતી.

સરોન્ડાના સરપંચ નરોત્તમભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ગામના વિકાસકાર્યોની રૂપરેખા આપી ગ્રામ પંચાયત દ્વારા એક વ્યકિત એક વૃક્ષના સંકલ્પને સાકાર કરવા માટે ગામની વસ્તી જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યું હતું.

સરોન્ડા સરપંચ તેમજ દાતાઓના સહયોગથી દ્વારા બાળકો માટે આપવામાં આવેલા નોટબુકનું તેમજ વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ માટેના છોડનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

શાળાની બાલિકા જેશીકા પટેલે વૃક્ષોનું મહત્ત્વ સમજાવતું વક્તવ્ય રજૂ કર્યું હતું. સરોન્ડા પ્રા.શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં નારગોલ, કોળીવાડ, આહુ, કલગામ, મરોલી, ખતલવાડા ગામના સરપંચ, ખતલવાડા સી.આર.સી. રાજેશભાઇ, આદિવાસી ઉત્કર્ષ સમિતિના રમેશભાઇ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here