New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/kick2-story_647_091817115552.jpg)
સલમાન ખાનની આગામી ફિલ્મની ઘોષણા થઇ ગઇ છે. જોકે તેમાં હજી હિરોઇન કોણ હશે તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. સલમાનની ઇચ્છા એવી છે કે તેણે જે અભિનેત્રી સાથે હજી કામ નથી કર્યું તેની સાથે જોડી જમાવે. તેથી દીપિકા પદુકોણનું નામ આ યાદીમાં પ્રથમ આવે છે.
દીપિકા ભૂતકાળમાં પણ સલમાન સાથે કામ કરવાની ઇચ્છા દર્શાવી ચુકી છે. આ ફિલ્મનું શૂટિંગ હજી શરૃ થવાને ઘણો સમય છે. તેથી અભિનેત્રીને તારીખ આપવામાં કોઇ તકલીફ પડશે નહીં. જોકે દીપિકા પોતાના રોલ પર વધુ ભાર આપશે. તેની શર્ત હશે કે તેનું પાત્ર દમદાર હોવું જોઇએ. સલમાને અનુષ્કા અને કેટરિના સાથે કામ કર્યું છે. દીપિકા પણ પોતાને આ ફિલ્મ મળે તેવા પ્રયાસ કરી રહી છે.