/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/salman-dalai-lama-1-1471085224-1.jpg)
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ટ્યુબલાઇટનું લદ્દાખમાં શૂટીંગ કરી રહ્યો છે. અહીં સલમાન ખાન સાથે તેમની કથિત ગર્લફ્રેન્ડ લુલિયા વન્ટૂર પણ તેમની સાથે છે. સલમાન અને લુલિયાએ આ સમય દરમિયાન બૌદ્ધ ધર્મ ગુરૂ દલાઇ લામાની મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લુલિયા વન્ટુર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી રહી છે. જેના માટે તે હાલમાં લદ્દાખમાં ભ્રમણ કરી રહી છે.
અહીંની મુલાકાત દરમિયાન લુલિયાએ લદ્દાખના સુંદર દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. જાણવા મળ્યા મુજબ સલમાન ખાન પણ લુલિયાના આ કામમાં તેની મદદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને લુલિયા વન્ટૂર વચ્ચેના સંબંધો વિશે બંનેમાંથી કોઇએ ક્યારે કંઇ જાહેર કર્યું નથી. તદ ઉપરાંત બંને તેમના લગ્નની વાતને પણ ફગાવે છે.