સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી

New Update
સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી

જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી હતી. ડેરીના પ્રમુખ સ્થાને મળેલી સાધારણ સભામાં જિલ્લાની ૧૨૦૦ દૂધ ઉત્પાદક મંડળીઓને આર્થિક રીતે સધ્ધર કરવા માટે પ્રતિ મંડળીને ૪ લાખનું શેર ભંડોળ આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (મામા)ના અધ્યક્ષ સ્થાને કેલનપુર દાદા ભગવાન મંદિર હોલમાં વાર્ષિક સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં બરોડા ડેરી સલંગ્ન તમામ ૧૮ સંઘોની ૧૨૦૦ દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષના હિસાબો સર્વાનુંમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી દૂધ ઉત્પાદક મંડળીઓને પ્રતિ લિટર દૂધમાં ૨૫ પૈસા કમિશન આપવામાં આવતું હતું. જે કમિશન ૫૦ પૈસા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત દૂધ ઉત્પાદકોને પ્રતિકિલો ફેટના રૂપિયા ૬૨૦ ચૂકવવામાં આવતો હતો. જે વધારીને રૂપિયા ૬૫૦ કરવામાં આવ્યા છે.