/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/IMG-20190809-WA0042-1.jpg)
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભુચરમોરી ખાતે જામનગર ના રાજા જામ સતાજી અને અકબર વચ્ચે ઘમાસણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં 30 000 વીર સૈનિકો એ શહીદી વહોરી હતી. તે શહિદો ને શ્રદ્ધાંજલિ આપવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના પ્રણેતા અને પથદર્શક ડો. જયેન્દ્રસિંહ જાડેજા સાહેબે શ્રદ્ધાંજલી કાર્યક્રમ 28 વર્ષ થી શરૂ કર્યો છે. આ વર્ષે 2000 રાજપુતાણી ઓ દ્વારા તલવાર રાસ કરી શ્રદ્ધાંજલી આપશે. જે વર્લ્ડબુક ઓફ રેકોર્ડ માટે નોમિનેટ થઈ ગયો છે.તલવાર એ રાજપૂતો નું શૌર્ય નું પ્રતિક છે. એ તલવાર જ્યારે સ્વરક્ષણ માટે કે અન્ય ની રક્ષા કાજે વીંઝાય ત્યારે તે અમારી શાન બને છે. ક્ષત્રિય અને રાજપૂત પરિવારની દિકરીઓ આ તલવાર શીખે છે. 23મી ઓગસ્ટના રોજ પુરા ગુજરાત માંથી 2000 રાજપુતાણી બહેનો ના તલવાર રાસ કરશે.
અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ ના અધ્યક્ષા બા દશરથબા મહેન્દ્રસિંહ પરમાર કરી રહ્યાં છે. યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસનું માર્ગદર્શન જે.સી.જાડેજા તથા પ્રદેશમંત્રી જયદેવસિંહ ગોહિલ આપી રહયા છે. જીતેન્દ્રસિંહ વાઘેલા તથા નિર્મળકુંવરબા વાઘેલા ઘણા સમયથી તલવારરાસ ની તાલીમ આપે છે. સૌરાષ્ટ્ર કચ્છ, કાઠિયાવાડ ના મહિલા પ્રમુખ શ્રીમતિ સરોજબા વાસુદેવસિંહ જાડેજા 100 દિકરીબા એ આજે ઉત્સાહ ભેર તાલીમ લીધી જાણે સાક્ષાત જગદમ્બા નિગરાનીમા વડોદરા ખાતે અભ્યાસ વર્ગ ચાલી રહ્યો છે.
આ દિકરીબા ને ભુચરમોરી લઇ જાવા લાવવા માટે પી.એ.જાડેજા સાહેબ, ઓમદેવસિંહ ચુડાસમા સાહેબ,હરિસિંહ પરમારસાહેબ તથા મહેન્દ્રસિંહ પરમારસાહેબે જવાબદારી લીધી છે બરોડા ના સર્વે મહાનુભાવો નો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમ ને દીપવવા હરખભેર ભાગ લેનાર સર્વે દિકરીબા ઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.