/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/gffdg.jpg)
પ્રાંતિજ ખાતે કાર્યરત કિસાન કાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતો ના હિતમાં અને ખેડૂતો ની વિવિધ માગણીઓ સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે આવી ને પ્રાંતિજ-તલોદના પ્રાન્ત અધિકારી સોનલબા પઢેરીયા ને આવેદનપત્ર આપ્યુ હતું તો આવેદનપત્ર માં ખેડૂત હિત પ્રશ્નો ની રજુઆત તથા ખેડૂતો ના દેવામાફી તથા આવેદનપત્ર દ્વારા ખેડૂતો એ ખેતી છોડવા માટે દેશના પ્રધાનમંત્રી ને રજુઆતો કરવામાં આવી છે.
તો બીજીબાજુ ખેડૂતો ના દેવામાફી કરવામાં આવતી નથી પણ ધારાસભ્ય ના પગાર વધારો કરવામાં આવે છે તો આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક ચુંટણીઓમાં ખેડૂત પરિવારો દ્વારા નોટા માં મત આપીને વિરોધ કરવામાં મજબુર બનશે તો રાસાયણીક ખાતરો માં 50%સુધી ની ઘટાડવાની તથા 0%વ્યાજ ની જે 3 લાખ ની મર્યાદા છે તેને વધારી ને 5લાખ સુધી કરી આપવી તથા ખેડૂતો ના દેવામાફ કરવા સહિત ની વિવિધ માગણીઓ સાથે પ્રાંન્ત અધિકારી સોનલબા પઢેરીયા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.