Connect Gujarat
દેશ

સીએમ બન્યા પછી યોગી આદિત્યનાથ પહેલી વખત ગોરખપુર જશે

સીએમ બન્યા પછી યોગી આદિત્યનાથ પહેલી વખત ગોરખપુર જશે
X

ઉત્તરપ્રદેશના મુખયમંત્રી બન્યા પછી યોગી આદિત્યનાથ તારીખ 25મીના રોજ પહેલી વખત ગોરખપુર જશે, અને ત્યાં યોગી આદિત્યનાથ બે દિવસ સુધી રહેશે, તે દરમિયાન બે દિવસમાં યોગી આદિત્યનાથ રોડ શો અને આયોજન કરેલા કાર્યક્રમોમાં ભાગ લેશે અને સાંજે ગોરખનાથ મંદિર જશે, અને 27 માર્ચના રોજ સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જવા રવાના થશે.

unnamed (1)

સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરમાં કાળીના મંદિર સુધી રોડ શો કરશે અને તેના સિવાય મહારાણા પ્રતાપ ઇન્ટર કોલેજમાં આયોજિત અભિનંદન સમારોહમાં ભાગ લેશે, અને સાંજે ગોરખપુરમાં મંદિર જશે તેમજ મંદિરના મુખ્ય ઘ્વાર થી પ્રવેશ કરશે અને મંદિરમાં દર્શન કરીને ગૌશાળા જઈને ગૌ સેવા પણ કરશે.

સમાચારના સૂત્ર દ્રારા જાણવા મળ્યુ હતુ કે સીએમ યોગી આદિત્યનાથના સ્વાગત માટે ઉદયપ્રતાપ સિંહ, ડો શૈલેન્દ્ર પ્રતાપ સિંહ, શ્રી રામ જન્મ સિંહ, મેજર પાટેશ્વરી સિંહ, અરવિંદ ચતુર્વેદી, દ્રારિકા તિવારી અને પી કે મલ્લ યોગી આદિત્યનાથનું સ્વાગત કરશે, યોગી આદિત્યનાથના સ્વાગત ની તૈયારીમાં ગોરખપુરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યુ છે.દરેક જગ્યાએ પોસ્ટર બેનર લગાવવામાં આવ્યા છે, અને પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

unnamed

સીએમ યોગી આદિત્યનાથ 26 માર્ચના રોજ 20મી સદીના જાણીતા પટેલ યોગી , યોગીરાજ બાબા ગંભીરનાથના બ્રહ્મલીન થયાના 10 વર્ષ પુરા થયાના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે અને સાથે ઉચ્ચ અધિકારીઓની સાથે પણ બેઠક કરશે.

Next Story