Top
Connect Gujarat

સુપ્રસિદ્ધ લોકગાયિકા મીનાબેન પટેલનું 56 વર્ષે થયું નિધન

સુપ્રસિદ્ધ લોકગાયિકા મીનાબેન પટેલનું 56 વર્ષે થયું નિધન
X

ગુજરાતના લોકસંગીતનું એક સૂરીલા નામ મિના પટેલે ચિર વિદાય લીધી છે. ટૂંકી માંદગી બાદ ઓસ્ટ્રેલિયામાં અંતિમ શ્વાસ ભર્યા છે. મિના પટેલે લોકગીત, ભજન, ગરબા, લગ્નગીતના અસલ ઢાળથી 33 વર્ષની કારકિર્દીની વિશિષ્ટ રજૂઆત કરી છે. છેલ્લા 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. ગુજરાતી વડીલો આજે પણ સવારની શરૂઆત મિના પટેલના લોકગીત અને પ્રભાતિયા સાંભળીને કરે છે.

સ્વર્ગસ્થ મિના પટેલે દેશ-વિદેશમાં અસંખ્ય કાર્યક્રમો કર્યા છે. તેમણે 500 જેટલા મ્યુઝીક આલ્બમ્સ બનાવ્યા છે. પ્રખ્યાત ગાયિકા મિના પટેલે 50 જેટલી ફિલ્મોમાં 5000થી વધારે ગીતો ગાયા છે. રાજ્ય સરકારે સ્વર્ગસ્થ મિના પટેલને રાજ્ય સરકારે ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા.

Next Story
Share it