/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/sc-2.jpg)
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનાં અમલ સામે કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટનાં ઘ્વાર ખટખટાવવામાં આવ્યા હતા, જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યુ છે.
ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે પ્રથમ વખત નોટાનો અમલ કરવામાં આવ્યો છે, જેને કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અને કોંગ્રેસે કોર્ટમાં દલીલ કરી હતી કે જો નોટાનાં અમલ સામે સ્ટે આપવામાં નહિ આવે તો ધારાસભ્યોનો વોટ અન્ય પક્ષો ખરીદી લેશે અને તેમનો ઉમેદવાર હારી જશે.
સુપ્રીમ કોર્ટે તારીખ 3જી ઓગષ્ટ ગુરુવારે કહ્યુ હતુ કે આ એક બંધારણીય મુદ્દો ગણાવ્યો હતો, અને જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ સાથે જોડાયેલ નોટિફિકેશન વર્ષ 2014માં જારી કર્યુ હતુ. ત્યારે કોંગ્રેસને અત્યારે શા માટે તેમાં ખામીઓ દેખાય રહી છે.
સુપ્રીમે ચૂંટણી પંચને પણ નોટિસ આપી છે અને બે સપ્તાહમાં કોંગ્રેસની અરજી પર જવાબ આપવાનું જણાવ્યુ હતુ.