સુરતમાં કોંગ્રેસનાં સત્યવિજય સંમેલનમાં ધારાસભ્યોનું સન્માન કરાયું

New Update
સુરતમાં કોંગ્રેસનાં સત્યવિજય સંમેલનમાં ધારાસભ્યોનું સન્માન કરાયું

સુરતનાં ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સત્યવિજય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપીને અહમદ પટેલની પડખે રહેનાર ૪૩ ધારાસભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા, શહેરોના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ચૂંટણીલક્ષી અને સંગઠનને વેગવંતુ તથા મજબુત બનાવવા માટે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ, પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, ધારસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિધાનસભામાં ભાજપને જડબાતોડ જવાબ આપવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતુ.