સુરતમાં યુવા ભાજપનાં સંમેલનમાં ભડકો

New Update
સુરતમાં યુવા ભાજપનાં સંમેલનમાં ભડકો

સુરતમાં મંગળવારની સાંજે યુવા ભાજપનાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પાસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમ અટકાવવામાં આવતા મામલો બિચક્યો હતો.

સુરતનાં વરાછાનાં હીરાબાગ વિસ્તારમાં આયોજીત યુવા ભાજપનાં સંમેલનમાં પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલનાં કાર્યક્રમનો વિરોધ કરવા માટે પહેલા ટામેટા અને પછી પથ્થર મારો કરતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

publive-image

ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો વિરોધ માટે રસ્તા પર આવી ગયા હતા, અને તોફાનીઓ એ બીઆરટીએસની બે બસ પણ સળગાવી દીધી હતી. બીઆરટીએસના બસ શેલ્ટરની તોડફોડ પણ કરી હતી.

સુરત પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસનાં સેલ પણ છોડવામાં આવ્યા હતા.