હત્યાના પ્રયાસમાં પકડાયેલા આરોપીએ સુરત કોર્ટમાં ત્રીજા માળેથી મોતની છલાંગ લાગવી હતી ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ ઘવાયેલા આરોપીએ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સુરતમાં ઉમરા પોલીસ દ્વારા હત્યાના પ્રયાસમાં રાકેશ મહાલે નામના આરોપીની ધરપકડ કરી હતી અને આજરોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટના ત્રીજા માળેથી આરોપીએ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે આરોપી પતરાની શેડ ઉપર પડતા તેનો બચાવ થયો હતો આરોપીને ઇજા થતાં 108ની મદદથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તો બીજી તરફ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here