Connect Gujarat
ગુજરાત

સુરત : અસામાજિક તત્વોએ યુવાન પર ચપ્પુ વડે કર્યો હુમલો, ઘટના થઈ સીસીટીવીમાં કેદ

સુરત : અસામાજિક તત્વોએ યુવાન પર ચપ્પુ વડે કર્યો હુમલો, ઘટના થઈ સીસીટીવીમાં કેદ
X

સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં ગંદકી કરવા બાબતે ઠપકો આપતા યુવક પર જીવલેણ હુમલો

કરવામાં આવ્યો છે. જાહેરમાં શૌચ ન કરવા બાબતે કહેતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી

કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

સુરત શહેરના માન

દરવાજા વિસ્તારમાં રહેતા ભરત નામના યુવકના ઘરઆંગણે

મનપા દ્વારા સંચાલિત શૌચાલય આવેલ છે. જ્યાં જાહેર શૌચાલયમાં કેટલાક અસામાજિક તત્વો ગંદગી કરતા હતા. તેઓને ગંદકી નહીં કરવા માટે ભરત દ્વારા ઠપકો

આપવામાં આવ્યો હતો. જેની રીશ રાખી અસમાજિક તત્વોએ ભરત ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં દેખાય છે કે, ૩થી ૪

યુવાનો ભરત ઉપર હુમલો કરે છે, ત્યારે અન્ય એક યુવાન હાથમાં

ચપ્પુ વડે હુમલો કરવા જતાં અન્ય મહિલા તેનો હાથ પકડી લે છે. ભરતના પત્ની ભારતીબેનએ જણાવ્યું હતું કે, તેઓના

પતિ ઘર પાસે આવેલ જાહેર શૌચાલયમાં સાફ સફાઈ કરી સ્વચ્છતા કરવા ગયા હતા, તે દરમિયાન આ

વિસ્તારમાં રહેતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શૌચાલયમાં ગંદકી કરતા હોવાથી તેઓને મારા પતિએ ગંદકી નહીં કરવાનું જણાવતાં તેઓએ મારા પતિ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ભરતને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માન

દરવાજા વિસ્તારમાં અસામાજિક તત્વો નિયમિત આતંક મચાવતા હોય છે. ઘટના બાદ અસામાજિક તત્વો વિસ્તારમાંથી

ફરાર થઈ ગયા હતા.

Next Story