સુરત: ઉમંગ અને ઉત્સાહનો પ્રતિક એવા ક્રિસમસના પર્વની કરાઈ અનોખી ઉજવણી

New Update
સુરત: ઉમંગ અને ઉત્સાહનો પ્રતિક એવા ક્રિસમસના પર્વની કરાઈ અનોખી ઉજવણી

સુરતમાં

ઉમંગ અને ઉત્સાહનો પ્રતિક એવા ક્રિસમસના તહેવારની ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા

ઉજવણી કરવામાં આવી હતી.

ખ્રિસ્તી ધર્મના લોકો 25 ડિસેમ્બરના રોજ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસના રૂપમાં ઉજવે છે. રંગબેરંગી શણગારાયેલા ચર્ચમાં ખ્રીસ્તી ધર્મના અનુયાયીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રાર્થના કરી એકબીજાને ઈસુના જન્મદિવસની શુભકામના પાઠવી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ ચર્ચમાં ખ્રિસ્તીઓ ઘ્વારા ક્રિસમસ સેલિબ્રેશનનું અનોખું આયોજન કરવામાં આવ્યુ હતુ. અલગ અલગ સોંગ્સ, હોલી હાવર્સ, કેરલ સિંગીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું અને પ્રભુના જન્મના વધામણા એકબીજાને આપ્યાં હતાં.