New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/25172149/maxresdefault-402.jpg)
સુરતના ચોક બજાર વિસ્તારમાં ગાંધી પ્રતિમા ખાતે NRC તથા CAA કાયદાના વિરોધમાં કોંગી કાર્યકરો બેનરો સાથે મેદાને ઉતાર્યા હતા. ધરણા યોજી કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
નાગરિક
સંશોધન કાયદાની તરફેણમાં ભાજપ તથા
વિવિધ સંગઠનો દ્વારા યોજાયેલ વિશાળ રેલી બાદ હવે કોંગ્રેસે કાયદાના વિરોધમાં ધરણા શરૂ કર્યા
છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં ગાંધી પ્રતિમા ખાતે કોંગ્રેસ દ્વારા નાગરિક સંશોધન કાયદાના વિરોધમાં ધરણા
શરૂ કરાયા હતા. કોંગ્રેસ દ્વારા કાયદાનો વિરોધ કરવામાં
આવી રહ્યો છે. આ કાયદાનો વિરોધ કરી અને કોઈ પણ સંજોગોમાં તે લાગુ ન થાય તેવી આક્રમક માંગણી કરવામાં આવી
હતી. ધરણા પ્રદર્શન દરમ્યાન મોટી
સંખ્યામાં કોંગી કાર્યકરો બેનરો
સાથે જોડાયા હતા.