Connect Gujarat
ગુજરાત

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મોજશોખ માટે મોટરસાયકલની ચોરી કરનારની કરી ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મોજશોખ માટે મોટરસાયકલની ચોરી કરનારની કરી ધરપકડ
X

સુરત મોજશોખ માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરનાર બે ઈસમોની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે.

સુરત ઉધના ખાતે આવેલ જીવન જ્યોત સિનેમા નજીકથી મોજશોખ માટે મોટરસાયકલની ચોરી કરતો 19 વર્ષીય રાજુ કુમાર શેનબહાદુર સિંહ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને બાઈક ચલાવવાનો શોખ હોય તો શોખ પૂરો કરવા શહેરના અઠવા, ઉધના,ખટોદરા,ઉમરા વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરી થોડા દિવસ ફેરવી મોટરસાયકલને બિનવારસી મૂકી દેતા હતા. ત્યારે બાદ તેજ જગ્યાએ બીજી મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ જતા હતા.

સુરતના ઉધના જીવન જ્યોત સિનેમા પાસે આવેલ જીવન ગંગા બિલ્ડિંગમાં રહેતો મૂળ યુપી નો વતની 19 વર્ષીય રાજુ કુમાર શેનબહાદુર સિંહ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી તેમની પાસે થી રૂ.135000 ની કિંમતની 4 મોટર સાયકલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story