/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-465.jpg)
સુરત ટ્રાફિક બાંચના ઝોન-4માં ફરજ બચાવતો જમાદાર કિરીટસિંહ રાઠોડ કાળા ચશમા પહેરીને વાહન ચાલકો પાસે ગમે તેઓ લવારા કરતો વિડિયો વાયરલ થયો છે કિરીટ સિંહ રાઠોડ વીડિયોમાં જણાઈ રહ્યો છે કે ટ્રાફિક માં નહિ ફાવતું સરકારને લૂંટવી છે પીએમ મોદીને ગાળો આપી રહ્યો છે આ મામલે મોડી સાંજે તેઓની ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે
ગતરોજ ટ્રાફિક કોન્સ્ટેબલ કિરીટ સિંહ રાઠોડ રાંદેર વિસ્તારમાં ફરજ પર હતા એ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરતા કોઈક વાહનચાલકને અટકાવ્યો હતો વાહન ચાલક સાથે સારી વર્તણૂક ન કરી હતી ટ્રાફિક બ્રાન્ચ થી કંટાળેલા જમાદાર કિરીટ સિંહ રાઠોડ વાહનચાલકને કીધું કે મારી બદલી કરાવવી છે વાહનચાલક કહે છે કે બદલી કેમ કરાવીએ પછી કિરીટ કહે છે કે મને નથી ફાવતું વાહનચાલક કહે છે કે નથી ફાવતું તો રાજીનામું આપી દો
ટ્રાફિક કોન્સ્ટેબલ જમાદાર કિરીટ સિંહ રાઠોડ પછી વાહનચાલકને કહે છે કે રાજીનામું કેમ આપીએ અમારે તો સરકારને લૂંટવી છે પછી પીએમ મોદીને ગાળો આપવા લાગે છે આવો વિડીયો વાયરલ થયો છે વિડિયો આધારે મોડી સાંજે કિરીટ સિંહ ને સસ્પેન્ડ કરી તેઓની વિરુદ્ધ જાગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે