/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/02-11.jpg)
સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે ડે. ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તિ મોઢની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી ધરપકડ
સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમોના મોત થયા હતા,ગત 2018માં વેસુ ખાતે પણ આગમ આર્કેટમાં આગની ઘટના બની હતી. જેમાં એક વિદ્યાર્થી,એક શિક્ષિકા સહિત બે લોકોના મોત થયા હતા. ગંભીર ઘટનાને પગલે પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ફાયર બ્રિગેડને શહેરભરના ટ્યુશન ક્લાસની ફાયર સેફ્ટીની ચકાસણી કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરવામાં ડે.ચીફ ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય અને કિર્તી મોઢની ગુનાહિત બેદરકારી સામે આવી છે. તેવો એ સરથાણા તક્ષશિલા આર્કેટના કોમ્પલેક્ષમાં ટ્યુશન ક્લાસીસ કોઈ તપાસ કરી જ ન હતી. અને નોટિસ પણ ઇસ્યુ કરી ન હતી. આવી ગંભીર બેદરકારી ને લીધે ડે. ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તિ મોઢની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે.
સુરત તક્ષશિલા અગ્નિકાંડ 22 માસુમોના મોત મામલે ક્રાઈમ બ્રાંચે પાલિકાના પાલિકાના ડે.ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢ, એડિ.ચીફ ફાયર ઓફિસર બસંત પરીક, ડે.કમિશનર એન.વી.ઉપાધ્યાય, ડે.કમિશનર કેતન પટેલ અને કાર્યપાલક ઇજનેર દેવેશ ગોહિલને પૂછપરછ માટે બોલાવ્યા હતાં. તમામના નિવેદન લીધાં હતાં. હાલ આ મામલે ડે.ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કીર્તિ મોઢની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.