/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/nbnb.jpg)
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તાજપોર નજીક બે કાર સામ સામે ભટકાતાં એક કારચાલકનું મોત. વૃદ્ધ ચાલકને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતા સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વડોલી ગામે રહેતા ૬૫ વર્ષીય બળવંત મિસ્ત્રી ગુરુવારના રોજ પોતાની પત્ની સાથે શેવરોલેટ ટવેરા કાર નં. જીજે.૧૯.એ.૫૪૮૮માં બારડોલી જવા માટે નીકળ્યા હતા. નવસારી બારડોલી રોડ પરથી પસાર થતી વખતે તાજપોર ગામની સીમમાં ચર્મ ઉદ્યોગવાળા વળાંક પાસે કાર ચાલક બળવંત મિસ્ત્રીને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેઓની કાર રોંગ સાઈડ પર જતી રહી હતી અને સામેથી આવતી સ્વિફ્ટ કાર નં. જીજે.૫.સીક્યુ.૫૮૫૯ની સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં શેવરોલેટ કારના ચાલક બળવંત મિસ્ત્રીને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે આકસ્માતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.