સુરત : પતિથી અલગ રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવનાર PSI સસ્પેન્ડ

New Update
સુરત : પતિથી અલગ રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવનાર PSI સસ્પેન્ડ

લગ્નના ઇન્કારના પગલે મહિલાએ નોંધાવી ફરિયાદ

સુરતમાં દિનપ્રતિ દિન વધતા જતા ક્રાઇમ રેટના કારણે શહેર અને જીલ્લો સમાચારની સુરખીઓમાં ચમકવામાં અગ્રેસર બનતો જાય છે. રક્ષક ઉપર જ ભક્ષક બન્યાનો આરોપ લાગતા સમગ્ર પોલીસ બેડામાં પણ ખળભળાટ ઉભો થવા પામે તેવી ઘટના સુરતમાં સામે આવી છે.

ચકચારી આ ઘટનામાં સુરત ચોક બજારમાં પતિથી અલગ રહેતી એક મહીલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નનો ઇન્કાર કરનાર પીએસ.આઇ સોસા સામે મહિલાએ લગ્નની લાલચે શારિરિક સબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી છે.પોલીસ હેડ ક્વાટર્સ માં ફરજ બજાવતા પી.એસ.આઇ સોસા વિરૂધ બળાત્કારની ફરિયાદ સુરતના ચોક બજારમાં નોંધાતા જ પીએસઆઇ સોસા ફરાર થઈ ગયા હતા. હાલમાં તો પોલીસ તંત્રએ પીએસઆઇ સોસાને સસ્પેન્ડ કરી તેમના વિરૂધ ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી છે.