સુરત પાંડેસરા બીઆરટીએસ રૂટ પર બાઈક સવાર યુવાનનોને નડયો અકસ્માત,ચારના મોત

New Update
સુરત પાંડેસરા બીઆરટીએસ રૂટ પર બાઈક સવાર યુવાનનોને નડયો અકસ્માત,ચારના મોત

સુરતના પાંડેસરા બીઆરટીએસ રૂટ માંથી એક બાઈક પર સવાર થઈને ત્રણ યુવાન મિત્રો પસાર થઇ રહ્યા હતા, અને એક મજૂરને અડફેટમાં લેતા તેઓની બાઈક રેલિંગ સાથે ભટકાયને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય યુવાનો સહિત મજૂરનું પણ કરુણ મોત નિપજ્યુ હતુ.

તારીખ 5મી ઓગષ્ટ શનિવારની રાતે સુરતનાં પાંડેસરા બીઆરટીએસનાં રૂટ પરથી એક બાઈક પર સવાર ત્રણ યુવાનો રમરમાટ પસાર થઇ રહ્યા હતા, અને તેઓએ એક રાહદારી મજૂરને અડફેટમાં લેતા યુવાન મિત્રોની બાઈક ધડાકાભેર લોંખડની રેલિંગમાં ભટકાય હતી.

સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય યુવાન મિત્રો ઉદય હીરાલાલ પાટીલ, અવનીશ યાદવ અને તેનો એક મિત્ર ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને ત્રણેયના ઘટના સ્થળ પરજ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત મજૂરને પણ સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં મજુરે પણ દમ તોડયો હતો.

બનાવ અંગે પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.