સુરત : પુત્રના જન્મ દિવસની પાર્ટીમાં પોલીસે પાડ્યો ભંગ, દારૂના નશામાં ધૂત પિતા સહિત 14 લોકો ઝડપાયા

પુત્રના જન્મ દિવસને લઈને મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા પિતાની પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો હતો. સુરત પોલીસે દરોડા પાડી 14 જેટલા લોકોની 31 નંગ દારૂની બોટલ ધરપકડ કરી હતી.
સુરત આમ તો ખાવા પીવા માટે મોજીલા શહેર તરીખે ઓળખાય છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ હટાવી લેવાતા મોટી માત્રામાં બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આગામી દિવસ 31 ડિસેમ્બરને લઈને દારૂની માંગ વધતા પોલીસ સતત મોનીટરીંગ કરી રહી છે, ત્યારે ઉમરા પોલીસને બાતમી મળી હતી કે, પીપલોદ વિસ્તારમાં સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ ઉફે બંટી પરદેશી પોતાના દીકરાનો જન્મદિવસ હોવાથી પોતાના મિત્રોને પાર્ટી આપી રહ્યો હતો. પોલીસે દરોડા પાડતા એપાર્ટમેન્ટના પાર્કિગમાં દારૂની મહેફિલ માણતા 14 જેટલા લોકોને દારૂના નશામાં ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે સ્થળ પરથી 31 નંગ દારૂની બોટલ પણ કબજે કરી હતી. હાલ પીપલોદ પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.