સુરત: મનપાની બેદરકારીના પગલે હજારો લિટર પીવાના પાણીનો થઈ રહ્યો છે વેડફાટ

New Update
સુરત: મનપાની બેદરકારીના પગલે હજારો લિટર પીવાના પાણીનો થઈ રહ્યો છે વેડફાટ
  • છેલ્લા ૪ દિવસ થી પાણી નો વેડફાટ
  • મનપાની બેદકારી ને લીધે ચાર દિવસ થી હાજરો લીટર પાણીનો બગાડ
  • પાંડેસરા પીયૂષ પોઇન્ટ પાસે પાણીની લાઈન લીકેજ હોવાના કારણે પાણીનો બગાડ

સુરત પાંડેસરા પીયુષ પોઇન્ટ પાસે પીવાના પાણીનો વેડફાટ થઈ રહીયો છે એકતરફ પાણીની કમી ત્યાં મનપાની બેદરકારી ને લીધે પાણીનો બગાડ થઈ રહ્યો છે.

સુરત મહાનગર પાલિકા નું તંત્ર ઘોર નિંદ્રા હોય એમ લાગી રહ્યું છે. પાંડેસરા પીયૂષ પોઇન્ટ પાસે પાણીની લાઈન લીકેજ હોવાના કારણે પાણીનો બગાડ થઈ રહીયો છે છેલ્લા ૪ દિવસ થી પાણી નો વેડફાટ થઈ રહ્યો છે.

હજી સુધી પાલિકા તંત્ર પાણી લીકેજ નો ફોલ્ટ શોધી શકી નથી જયારે ઉન વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે એક તરફ મનપા દ્વારા જળ એ જીવન છે એને વેડફીએ નહીં આવા સ્લોગન આપવામાં આવી રહી છે. બીજી બાજુ મનપાની બેદકારી ને લીધે ચાર દિવસ થી હાજરો લીટર પાણીનો બગાડ થઈ રહીયો છે.