/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Untitled-1-copy-6-5.png)
આર્થિક ભીંસને કારણે સુરતમાં વધુ એક રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે. રત્ન કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો
સુરતના સરથાણાની શ્યામધામ સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય રાજુ નટવર ખેનીએ બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો છે. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાજુએ ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન પણ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસના કારણે આકરું પગલું ભર્યું હતું. મૃતક છેલ્લા 15 વર્ષથી હીરામાં કામ કરતા હતા. મહિને 25 હજારનું કામ કરતા રાજુભાઈને છેલ્લા કેટલાક મહિનાથી મહિને માત્ર 10 હજારનું જ કામ થતું હતું. જેથી આર્થિક સંકડામણ આવી હતી. અને આર્થિક સંકડામણમાં આવી તેઓએ આપઘાત કર્યાનું અનુમાન છે હાલ આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.