Connect Gujarat
ગુજરાત

સુરત : રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત બગુમરા ગામના રહીશોએ મામલતદારને પાઠવ્યું આવેદન

સુરત : રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત બગુમરા ગામના રહીશોએ મામલતદારને પાઠવ્યું આવેદન
X

સુરત

જિલ્લાના પલસાણા

તાલુકાના બગુમરા ગામના રહીશોએ રસ્તા તેમજ ગટરની સમસ્યાને લઈને પલસાણા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

હાલ ચોમાસુ પૂરું થયું અને રસ્તાઓ તેમજ ગટરોની સમસ્યા દરેક ગામડાઓમાં વધતી જતી હોય છે, ત્યારે આવી જ સમસ્યા પલસાણા તાલુકામાં આવેલ બગુમરા ગામ ખાતે જોવા મળી હતી. અંદાજીત બે વર્ષ પહેલા બગુમરા નહેરની બાજુમાં નવી બિલ્ડિંગ તેમજ રો-હાઉસો બન્યા છે, ત્યારે સ્થાનિક બિલ્ડરો દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ અહીંના રહીશોને આપવામાં આવી ન હતી. રહીશો દ્વારા બિલ્ડરોને વારંવાર રજુઆત કરવામાં આવી ત્યારે બિલ્ડરોએ તંત્ર ઉપર ખો આપી હતી.

બગુમરા ગામની વિવિધ સોસાયટીના સ્થાનિકો પલસાણા ખાતે ધરણા પ્રદર્શન કરવા નીકળ્યા હતા, જેમાં મહિલા સહિત બાળકો મળી 200થી વધુ લોકો જોડાયા હતા. પલસાણા રોડ ઉપર બેસીને બગુમરા પંચાયતની હાય હાયના નારા લગાવ્યા હતા. બનાવની જાણ થતાં પલસાણા પોલીસ સહિત કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દોડી આવ્યા હતા અને કોઈ ઉગ્ર વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખી હતી. પલસાણા મામલતદાર તરફથી ધરણાની મંજુરી નહિ મળતા તમામ રહીશોએ શાંતિ પૂર્વક રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. મામલતદાર દ્વારા સ્થાનિકોને રસ્તા તેમજ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું.

Next Story
Share it