સુરત : રીંગ રોડના ટેકસટાઇલ માર્કેટમાં આગ, માર્કેટમાં ફાયર સેફટીની સુવિધા ન હતી

New Update
સુરત : રીંગ રોડના ટેકસટાઇલ માર્કેટમાં આગ, માર્કેટમાં ફાયર સેફટીની સુવિધા ન હતી

સુરતમાં ફાયર સેફટીના મુદે દુકાનોને સીલ કરવામાં આવી

રહી છે તેવામાં રીંગ રોડ પર આવેલાં મીલેનિયમ ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગતાં દોડધામ

મચી ગઇ હતી. માર્કેટમાં વેન્ટીલેશનની સુવિધા નહિ હોવાથી લાશ્કરોને આગ બુઝાવવામાં

મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 

સુરતના તક્ષશીલા આર્કેડમાં આગની ઘટના બાદ ફાયર

સેફટીના મુદે મનપા તરફથી દુકાનો સીલ કરવામાં આવી રહી છે.તેવામાં વધુ એક આગનું

તાંડવ જોવા મળ્યું હતું. સુરતના રીંગ રોડ સ્થિત આવેલાં  મિલેનિયમ ટેકસટાઇલ

માર્કેટમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગ દોડતું થઇ ગયું હતું. ફાયરની ટીમ છ થી વધુ લાયબંબાઓ સાથે ઘટના સ્થળે દોડી આવી

હતી. ફાયર વિભાગ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

માર્કેટમાં વેન્ટીલેશનની સુવિધા નહિ હોવાથી  ફાયર વિભાગને અગ પર કાબુ મેળવવા માત્ર મુશ્કેલી પડી

હતી સદનસીબે મોટી દુર્ઘટના થતાં અટકી હતી.