સુરત: લોકસભાની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ ચૂંટણી અધિકારીઓ દ્વારા કરાઇ પૂર્ણ

New Update
સુરત: લોકસભાની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ ચૂંટણી અધિકારીઓ દ્વારા કરાઇ પૂર્ણ

સુરતમાં લોકસભાની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરત શહેરના એસવીએનઆઇટીના ન્યુ સીઆરસી બિલ્ડિંગમાં ૭ સ્ટ્રોંગ રૂમમા સાત વિધાનસભા વાઇઝ ઇવીએમ મશીન મુકવામાં આવ્યા છે. અહીં ગુરૂવારે સુરત બેઠકની મતગણતરી સવારે ૮ વાગ્યેથી શરૂ થશે.

લોકસભાની ચૂંટણી ના પરિણામ ની સૌ કોઈ આતુરતા પર્વક રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે સવારે ૭ વાગે ઇવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાંથી ગણતરી સ્થળે મુકવામાં આવશે. ત્યાર બાદ ૮ વાગ્યેથી પહેલા પોસ્ટલ બેલેટના મતની ગણતરી થશે. ત્યાર બાદ ૧૬૮૧ પોલિંગ સ્ત્ટેશનના ઇવીએમ મા પડેલા વોટ ની ગણતરી કરવામાં આવશે. હાલ સીસીટીવી કેમેરાથી સ્ટ્રોંગ રૂમ પર નજર રાખવામાં આવી રહી છે. પોલિટિકલ પાર્ટી પણ તેનું સતત મોનીટરીંગ કરી રહ્યું છે.

મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ફોન લઇ જવાની મનાઈ હોવાથી કલેકટરે ઉમેદવાર કે તેમના એજન્ટને મોબાઈલ નહીં લાઇ જવા અપીલ કરી છે. સુરતની સાત વિધાનસભા માંથી ઓલપાડ વિધાનસભામાં સૌથી વધુ ૩૧ રાઉન્ડ થશે તેમ કલેકટરે જણાવ્યું હતું. હાલ એસઆરપી અને સીઆરપી સહિતનો સુરક્ષા દળ બંદોબસ્તમાં ગોઠવાયા છે. મતગણતરી બાદ સાબિત થશે કોની સરકાર બનશે મતગણતરીની સુરત ખાતે જિલ્લા કલેકટરના હસ્તે પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.