Connect Gujarat
ગુજરાત

સુરત : વધું એક સીટી બસે વૃદ્ધ મહિલાનો પગ કચડ્યો, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

સુરત : વધું એક સીટી બસે વૃદ્ધ મહિલાનો પગ કચડ્યો, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
X

સુરત શહેરમાં સીટી બસની અડફેટે છેલ્લા બે દિવસમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા, ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ સીટી બસનો કહેર યથાવત રહ્યો છે. નાનપુરા વિસ્તારમાં રોડ પસાર કરતી વૃદ્ધ મહિલાનો પગ ડિવાઇડરમાં ફસાઈ ગયો હતો, ત્યારે વૃદ્ધ મહિલાનું સંતુલન બગડતા તેનો પગ સીટી બસના ટાયર નીચે આવી ગયો હતો. જેના કારણે વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોચતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

સુરતના નાનપુરા વિસ્તારમાં અશુમતી મન્સુરિયા નામના એક વૃદ્ધ મહિલા કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા, ત્યારે તેઓ રોડ પસાર કરી રહ્યા હતા તે દરમ્યાન ડિવાઈડરમાં પગ ફસાઈ જતા તેમનું સંતુલન બગડી ગયુ હતું. તે દરમ્યાન ત્યાંથી પસાર થતી સીટી બસના પાછળના ટાયર નીચે વૃદ્ધ મહિલાનો પગ આવી ગયો હતો. જેથી વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ પહોચી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. જેમાં સાફ જોવા મળે છે કે, વૃદ્ધ મહિલાનો પગ ત્યાંથી પસાર થઇ રહેલી સીટી બસના ટાયરમાં આવી ગયો હતો.

સમગ્ર ઘટનામાં વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 11 મહિનામાં સીટી બસની અડફેટે આવતા આશરે 29 લોકોના મોત થયા છે, જ્યારે છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો સીટી બસના કારણે શહેરમાંથી 4 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ આજે સવારે નાનપુરા વિસ્તારમાં બનેલી ઘટનાના પ્રત્યક્ષદર્શી ભરત મોદીએ જણાવ્યુ હતુ કે, વૃદ્ધ મહિલાનું સંતુલન બગડતા આ ઘટના બની છે. જેમાં સીટી બસના ડ્રાઈવરનો કોઈ વાંક નથી.

Next Story